વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કોરોનાનું વધુ એક લક્ષણ, સામે આવ્યું ચોકાવનારું તારણ

કોરોના વાયરસનાં  બ્રિટનનાં વૈજ્ઞાનિકોએ નવા લક્ષણોની જાણકારી આપી છે અને સાથે એ પણ અપીલ કરી કે કોરોનાના સત્તાવાર લક્ષણોની યાદી નેશનલ હેલ્થ સર્વિસ માં સામેલ કરે, Skin Rashes વૈજ્ઞાનિકોનું દાવો છે, કોરોનાનું લક્ષણ હોઈ શકે છે. કોરોનાનાં નવા લક્ષણને લઈને વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો અને તેના દરેકમાંથી એક કોરાનાં પેશન્ટના સ્કીન પર રેશિઝના લક્ષણ જણાયા હતા. ડોક્ટર મારિયો ફાલ્ચી જે સંશોધનનાં પ્રમુખ ડોક્ટર છે તેનું કહેવું એ છેકે, કોરોનાનાં 11માં થી 1 દર્દીમાં અમુક સપ્તાહ સુધી રેશિઝના લક્ષણની સમસ્યા દેખાય છે.

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કોરોનાનું વધુ એક લક્ષણ

Image Source

લંડનના કિંગ્સ કોલેજનાં વૈજ્ઞાનિકોએ લગભગ 20 હજાર જેટલા લોકોનો અભ્યાસ કર્યો. તેમાંથી એવા અમુક લોકો પણ હતા જેનામાં કોરોનાના  લક્ષણ દેખાયા હતા જેમાં  કોરોનાનાં ચેપનાં ખૂબજ શંકાસ્પદ લક્ષણ હોવાનું જાણવા મળ્યું હતું.

વધુ માહિતી મુજબ જાણકારી મળી છે કે બ્રિટન દેશમાં કોરોના વાઇરસ થી જે લોકો સંક્રમિત છે તેમાંથી 9 ટકા લોકો એવા છે જેના શરીર ઉપર ફોલ્લીઓ જોવા મળી છે. જેમાંથી  8 ટકા લોકો એવા છે કે  કોરોનાના લક્ષણો સહીત શરીર પર ફોલ્લીઓ જોવા મળેલ છે.

કોરોનાવાયરસ

Image Source

બ્રિટન દેશમાં હાલમાં આરોગ્ય સેવાની રાષ્ટ્રીય સત્તાવાર કેન્દ્રમાં કોરોના વાઇરસનાં ફક્ત ત્રણ લક્ષણો દેખાયા છે. જેમાં કફ તાવ શરીર માંથી ગંધ આવવી અને સ્વાદમાં ફેર ફાર લાગવો. વધુ માહિતી મુજબ ભારતના આરોગ્ય પરિવારકેન્દ્ર  કલ્યાણ ની મંત્રાલય વેબસાઇટ પર જાણવા મળેલ છે કે, સુકો કફ થાક લાગવો તાવ આવે જે કોરોના વાઇરસ નાં નોર્મલ લક્ષણો છે.

તેમજ અમુક દર્દીઓનાં શરીરમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ રેવી, ગળામાં દુખાવો હોય, સાથે ઝાડા તેમજ ઉલટી ના લક્ષણો હોય તેવું જાણવા મળ્યું છે.

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કોરોનાનું વધુ એક લક્ષણ

Image Source

વધુ માહિતી મુજબ જયારે WHOનાં અમુક લક્ષણોમાં થાક લાગે સુકો કફ હોય અને તાવ જેવા લક્ષણો શામિલ હોય છે જો બીજા અન્ય લક્ષણોની વાત કરીએ તો નાક જામી જવું માથું સતત દુખ્યા કરે સ્વાદમાં ફેરફાર લાગવો શરીર ઉપર ફોલ્લીઓ અને આંગળી ઉપર રંગ નો બેદભાવ શામિલ  થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here